તારીખ 5/01/2023ને ગુરુવારના દિને તોરણવેરા પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગામના સરપંચ શ્રી સુનિલભાઈ ડી. દાભડિયા smc ના શિક્ષણવિદ શ્રી કલ્પેશભાઈ અધ્યક્ષ શ્રી પરસોતભાઈ smc ના સભ્યો શિક્ષકો તથા બાળકો અને ગ્રામજનોની હાજરીમાં પ્રતિજ્ઞા લઈ શાંતિના પ્રતિક ગણાતા કબૂતરોને અનંત આકાશમાં મુકત કરી ડ્રમ વગાડી રમતોત્સવને સરપંચશ્રી તથા શિક્ષણવિદ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. રમતની શરૂઆત દોડ થી કરવામાં આવી. ત્યારબાદ બધી રમતોની શરૂઆત કરવામાં આવી શાળાના તમામ બાળકોને આવરી લઈ 20 જેટલી રમતો રમાડવામાં આવી રમતોના અંતે પરિણામની રાહ જોતા બાળકો તથા ગ્રામજનોની હાજરીમાં વિજેતાઓને શિક્ષકો તથા smc અને વાલીઓના હસ્તે ઈનામ વિતરણ કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
0 Comments